ભાવનગર જિલ્લામાં દરેક એકમમાં CCTV કેમેરા ફરજિયાત
ભાવનગર જિલ્લામાં દરેક એકમમાં CCTV કેમેરા ફરજિયાત
Published on: 26th August, 2026

ભાવનગર જિલ્લામાં જાહેર સુરક્ષા અને નાગરિકોના જીવન-સંપત્તિની સુરક્ષા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. હવે ભાવનગર જિલ્લાના તમામ બેંકો, આંગડિયા પેઢીઓ, જ્વેલરી શો-રૃમ, પેટ્રોલ પંપ, હોટલ, મોલ, સિનેમા હોલ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્ટેલ, વેરહાઉસ અને ગોડાઉન સહિત તમામ એકમોમાં CCTV કેમેરા લગાવવા ફરજિયાત છે. કેમેરા એવી રીતે સ્થાપિત કરવાના રહેશે કે કોઈ બ્લાઇન્ડ સ્પોટ ન રહે અને તમામ જરૂરી વિસ્તારો કવર થાય. CCTV ફૂટેજ ઓછામાં ઓછા ૧૫ દિવસ સુધી સુરક્ષિત રાખવાના રહેશે અને પોલીસ માંગે ત્યારે તાત્કાલિક પૂરા પાડવાના રહેશે. આ નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી થશે.