આપદા મિત્ર યોજના: આણંદમાં 150 NCC કેડેટ્સને 9 દિવસીય ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ અપાઈ.
આપદા મિત્ર યોજના: આણંદમાં 150 NCC કેડેટ્સને 9 દિવસીય ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ અપાઈ.
Published on: 04th August, 2025

કેન્દ્ર સરકારની "આપદા મિત્ર" યોજના (YAMS) અંતર્ગત આણંદના નાવલીમાં NCC કેમ્પ ખાતે 9 દિવસીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ કેમ્પ યોજાયો. જેમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને SDRF ના સહયોગથી 150 NCC કેડેટ્સને તાલીમ અપાઈ. આ તાલીમમાં કેડેટ્સને બચાવ અને રાહત કામગીરી માટે સક્ષમ બનાવાયા. એન્જેલા ગામડિયા અને માસ્ટર ટ્રેનર્સે માર્ગદર્શન આપ્યું, તેમજ SDRF ટીમે પણ તાલીમ આપી. કર્નલ મનીષકુમાર ભોલાએ સહયોગ આપ્યો.