અમદાવાદ: ખાડામાં આધેડના મોતથી કોર્પોરેશનને માનવ અધિકાર આયોગનું તેડું. ગંભીર બેદરકારી બદલ AMCને સમન્સ પાઠવી હાજર રહેવા તાકીદ.
અમદાવાદ: ખાડામાં આધેડના મોતથી કોર્પોરેશનને માનવ અધિકાર આયોગનું તેડું. ગંભીર બેદરકારી બદલ AMCને સમન્સ પાઠવી હાજર રહેવા તાકીદ.
Published on: 04th August, 2025

અમદાવાદના ઓઢવમાં ખાડામાં પડવાથી આધેડના મોત બદલ માનવ અધિકાર આયોગે અમદાવાદ કોર્પોરેશન એટલે કે AMCને સમન્સ પાઠવ્યું છે. 25 જૂને 53 વર્ષીય મનુભાઇ પંચાલનું ખાડામાં પડવાથી મોત થયું હતું. માનવ અધિકાર કાર્યકર કાંતિલાલ પરમારે આયોગમાં પિટિશન કરી, મૃતકના પરિવારને વળતર આપવા જણાવ્યું. આયોગે કોર્પોરેશન કમિશનરને 18 ઓગસ્ટે હકીકતલક્ષી અહેવાલ સાથે હાજર રહેવા જણાવ્યું છે.