શ્વાનની આતંક:ઓડમાં રખડતા શ્વાને પાંચ લોકોને બચકાં ભરતા ફફડાટ
શ્વાનની આતંક:ઓડમાં રખડતા શ્વાને પાંચ લોકોને બચકાં ભરતા ફફડાટ
Published on: 24th April, 2026

ઉમરેઠ તાલુકાના ઓડ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વધતા સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. સુરીવાળી ભાગોળ અને આસ્તાના વિસ્તારમાં એક જ દિવસમાં પાંચ વ્યક્તિઓને શ્વાને બચકાં ભરી ઈજાગ્રસ્ત કર્યા હતા. પંકજભાઈ પટેલ અને અશ્વિનભાઈ પરમાર સહિત અન્ય મુલાકાતીઓ પણ આ હુમલાનો શિકાર બન્યા હતા, જેમને તાત્કાલિક હડકવા વિરોધી સારવાર આપવામાં આવી છે. બે માસ પૂર્વે પણ આવી ઘટનાઓ બની હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા રહીશોમાં રોષ છે. નાગરિકોએ તંત્ર પાસે આ સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરી છે.