ગુજરાતમાં પરમીટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો: હવે પોલીસ દ્વારા જપ્ત કરાયેલો મુદ્દામાલ વધુ 'કિંમતી' બનશે!
ગુજરાતમાં પરમીટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો: હવે પોલીસ દ્વારા જપ્ત કરાયેલો મુદ્દામાલ વધુ 'કિંમતી' બનશે!
Published on: 24th April, 2026

ગુજરાતમાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા વર્ષ 2026 અને 2027 માટે વિદેશી દારૂ અને બિયરના નવા દર નક્કી કરવામાં આવ્યા છે. વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા મુજબ, દારૂ અને બિયરની વિવિધ બ્રાન્ડની કિંમતોમાં સરેરાશ 5થી 10 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા ભાવના અમલ સાથે જ હવે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવતા દારૂના મુદ્દામાલની ગણતરી પણ ઊંચી કિંમતે કરવામાં આવશે.