કરમસદ પોલીસે જપ્ત કરેલા વાહનોમાં આગ લાગી
કરમસદ પોલીસે જપ્ત કરેલા વાહનોમાં આગ લાગી
Published on: 24th April, 2026

કરમસદ પોલીસે જુદાજુદા ગુન્હા બદલ વાહનો જપ્ત કરીને બાજુમાં ખુલ્લી જગ્યાએ પાર્ક કરવામાં આવ્યા હતા.ત્યારે આકસ્મિક વાહનોમાં ભીષણ આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતા આણંદ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવા માટે પાંચ હજાર ઉપરાંત લીટર પાણીનો મારો ચલાવીને 2 કલાકની જહેમત બાદ આગ બુજાવી દીધી હતી.