આગામી 3 દિવસમાં 3 ડિગ્રી ગરમી વધવાની શક્યતા, બફારા જેવી સ્થિતિ.
આગામી 3 દિવસમાં 3 ડિગ્રી ગરમી વધવાની શક્યતા, બફારા જેવી સ્થિતિ.
Published on: 24th April, 2026

ગુજરાતમાં ગરમી વધી રહી છે, આજે તાપમાન 41-43 ડિગ્રી સુધી જઈ શકે છે. રાજકોટમાં 42.7 ડિગ્રી સાથે 'હોટ સિટી' જાહેર થયું છે. આગામી દિવસોમાં આકરી ગરમી પડશે અને રાજકોટ મનપાએ યલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં તાપમાન 42 ડિગ્રીને પાર થયું છે. અમદાવાદમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી ત્રણ દિવસમાં 2-3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે. COASTAL વિસ્તારોમાં અસહ્ય બફારો રહેવાની ચેતવણી અપાઈ છે.