પદ્મશ્રી સુરેશભાઈ સોનીનું 82 વર્ષની વયે અવસાન.
પદ્મશ્રી સુરેશભાઈ સોનીનું 82 વર્ષની વયે અવસાન.
Published on: 24th April, 2026

હિંમતનગરના રાજેન્દ્રનગર સ્થિત સહયોગ કુષ્ઠ રોગ યજ્ઞ સંસ્થાના સ્થાપક અને પદ્મશ્રી સુરેશભાઈ સોનીનું ૮૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. તેમણે પોતાનું સમગ્ર જીવન કુષ્ઠ રોગીઓની નિઃસ્વાર્થ સેવા અને ઉત્થાન માટે સમર્પિત કર્યું હતું. તેમના દ્વારા સ્થાપિત સેવા આશ્રમ આજે પણ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સુરેશભાઈના નિધનથી સેવા જગતમાં અપૂરણીય ખોટ પડી છે. શુક્રવારે સવારે સંસ્થા ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યાં અનેક મહાનુભાવોએ આ કર્મયોગીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.