તરણેતર મેળામાં 'મોતના કૂવા'નું સ્ટેજ તૂટ્યું
તરણેતર મેળામાં 'મોતના કૂવા'નું સ્ટેજ તૂટ્યું
Published on: 16th September, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં યોજાયેલા વિશ્વવિખ્યાત તરણેતર લોકમેળામાં 'મોતના કૂવા'નું સ્ટેજ અચાનક તૂટી પડતાં લોકોમાં ભય ફેલાયો હતો. આ ઘટનામાં 4-5 વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સદનસીબે, મેળામાં હાજર જાગૃત લોકોની સમયસર સૂઝબૂઝ અને મદદથી લોખંડની એંગલને ટેકો આપી મોટી દુર્ઘટના અને જાનહાનિ ટાળી શકાઈ. આ ઐતિહાસિક મેળામાં સુરક્ષા માટે 2500થી વધુ પોલીસ કર્મચારીઓ અને 100થી વધુ ડૉક્ટરોની ટીમ તૈનાત છે.