વડોદરા રેલવે સ્ટેશનના પાર્સલ વિભાગ પાસે પાર્કિંગના નામે ગેરકાયદેસર વસૂલાતનો આક્ષેપ
વડોદરા રેલવે સ્ટેશનના પાર્સલ વિભાગ પાસે પાર્કિંગના નામે ગેરકાયદેસર વસૂલાતનો આક્ષેપ
Published on: 16th September, 2026

વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-7 પાસે આવેલા પાર્સલ વિભાગમાં મોપેડ પાર્કિંગને લઈને એક મહિલાના પતિએ ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે પાર્સલની પૂછપરછ માટે ગયેલી તેમની પત્ની પાસેથી મોપેડ પાર્ક કરવાના બદલામાં રૂ.100 માંગવામાં આવ્યા હતા, જે ઓનલાઈન ચૂકવ્યા હતા. આક્ષેપ છે કે ‘નો પાર્કિંગ’ ઝોન ન હોવા છતાં પાર્કિંગના નામે પૈસા પડાવવામાં આવ્યા. સામાન્ય પૂછપરછ માટે આવતા લોકો પાસેથી આવી રીતે નાણાં વસૂલવા અંગે રેલવે તંત્ર દ્વારા તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.