જામનગરમાં ગણેશ વિસર્જનનો બીજો દિવસ: 68 મૂર્તિઓનું બંને કુંડમાં થયું વિસર્જન
જામનગરમાં ગણેશ વિસર્જનનો બીજો દિવસ: 68 મૂર્તિઓનું બંને કુંડમાં થયું વિસર્જન
Published on: 16th September, 2026

જામનગર શહેરમાં ગણેશ મહોત્સવની ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે તૈયાર કરાયેલા બંને કુંડમાં ગણેશજીની વિદાયનો ક્રમ શરૂ થયો છે. ગણેશ ચતુર્થીના પર્વે સ્થાપના કરાયેલી મૂર્તિઓ પૈકી, ગઈકાલે તા. 15 સપ્ટેમ્બરે શહેરના બંને વિસર્જન કુંડમાં કુલ 68 ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા બાયપાસ કુંડમાં 51 અને સરદાર રિવેરા કુંડમાં 17 મૂર્તિઓનું વિસર્જન થયું. પર્યાવરણની જાળવણી સાથે સુવ્યવસ્થિત વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત કુંડનો ઉપયોગ થઈ રહ્યો છે.