અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે GSRTC 6 હજાર વધારાની બસો દોડાવશે
અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે GSRTC 6 હજાર વધારાની બસો દોડાવશે
Published on: 16th September, 2026

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા ‘ભાદરવી પૂનમ મહામેળા’ માટે લાખો માઈભક્તોમાં ઉત્સાહ છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ પગપાળા મા અંબાના દર્શને પહોંચે છે. આ માઈભક્તો દર્શન બાદ સુરક્ષિત રીતે ઘરે પરત ફરી શકે તે માટે GSRTC રેગ્યુલર બસો ઉપરાંત મોટા પાયે 6 હજાર વધારાની બસો દોડાવશે. આ વિશેષ બસોનું સંચાલન અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર સહિત રાજ્યના તમામ મુખ્ય બસ સ્ટેશનો પરથી કરવામાં આવશે, જેથી ગુજરાતના કોઈપણ ખૂણેથી આવતા યાત્રિકોને સીધી અને સરળ બસ સેવા મળી રહેશે.