કેદારનાથ ધામ ૧૨ લાખ રુદ્રાક્ષથી સુશોભિત
કેદારનાથ ધામ ૧૨ લાખ રુદ્રાક્ષથી સુશોભિત
Published on: 16th September, 2026

વડોદરાના સત્યમ શિવમ સુન્દરમ સમિતિના સ્થાપક અને ગુજરાતના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માટે, તેમના પરિવારે અને સમિતિએ નેપાળથી લાવેલા ૧૨ લાખ રુદ્રાક્ષથી કેદારનાથ ધામને શણગારવાનો સંકલ્પ લીધો હતો. વડોદરાના જાગનાથ મંદિરમાં બે મહિના સુધી રુદ્રાક્ષની માળા તૈયાર કરવાની કામગીરી ચાલી હતી, જેમાં અનેક લોકો જોડાયા હતા. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે આ કાર્ય પૂર્ણ થયું, જેનાથી સ્વ. યોગેશ પટેલની અધૂરી ઈચ્છા પરિપૂર્ણ થઈ. આ કાર્યમાં મદદ કરનાર સૌનો આભાર માનવામાં આવ્યો.