જામનગર પોલીસકર્મી સહિત 4 પર વ્યાજખોરી-ખંડણીનો ગુનો
જામનગર પોલીસકર્મી સહિત 4 પર વ્યાજખોરી-ખંડણીનો ગુનો
Published on: 16th September, 2026

જામનગરના એક સરકારી કોન્ટ્રાક્ટર પાસેથી વ્યાજખોરી અને બળજબરીથી નાણાં વસૂલવાના ગંભીર આક્ષેપો બાદ, હાલ સુરેન્દ્રનગર બદલી કરાયેલા પોલીસકર્મી અજયસિંહ મહાવીરસિંહ ઝાલા સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. રાજકોટ રેન્જ ડીઆઈજીના માર્ગદર્શન હેઠળ, સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં SIT ની રચના કરી તપાસ સોંપવામાં આવી છે. ફરિયાદીનો દાવો છે કે રૂ. 50 લાખના વ્યાજખોરીના વ્યવહારમાં અત્યાર સુધીમાં રૂ. 1,05,02,000 ચૂકવી દીધા હોવા છતાં, વધુ રકમ માટે ધમકીઓ અને નોટરાઇઝ્ડ લખાણો કરાવી ચેક બાઉન્સ કરાવવાનો પ્રયાસ કરાયો. SIT હાલ આરોપીઓના રહેઠાણ પર તપાસ કરી રહી છે.