વડોદરાના વાસણા રોડ મિડ સિટી જીમ સંચાલક સામે સગીરાની છેડતીનો ગુનો નોંધાયો
વડોદરાના વાસણા રોડ મિડ સિટી જીમ સંચાલક સામે સગીરાની છેડતીનો ગુનો નોંધાયો
Published on: 16th September, 2026

વડોદરાના વાસણા રોડ સ્થિત મિડ સિટી જીમના સંચાલક મેહુલ ચંદ્રકાંતભાઈ સોલંકી સામે ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે. જન્માષ્ટમીના દિવસે જીમમાં ગયેલી એક સગીરા સાથે ટ્રેનરે ઊંચાઈ માપવાના બહાને કેબિનમાં બોલાવી અભદ્ર છેડછાડ કરી હતી, જેના પગલે ફરિયાદ નોંધાઈ હતી. વધુ તપાસમાં, જીમ દ્વારા એક કર્મચારી ધાર્મિક પુરોહિતની માહિતી પોલીસને ન આપ્યાનું અને રજીસ્ટ્રેશન ન કરાવ્યાનું સામે આવ્યું. આ જાહેરનામા ભંગ બદલ પોલીસે સંચાલક સામે ગુનો નોંધી અટકાયત કરી છે.