અમદાવાદના શીલજની આનંદ નિકેતન સ્કૂલમાં નાસ્તામાંથી કાચ!
અમદાવાદના શીલજની આનંદ નિકેતન સ્કૂલમાં નાસ્તામાંથી કાચ!
Published on: 11th August, 2026

અમદાવાદના શીલજ ખાતેની આનંદ નિકેતન સ્કૂલમાં નાસ્તામાંથી કાચ નીકળવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ ઉપરાંત, શાળા પર ધાર્મિક લાગણી દુભાવવાના અને અન્ય ધર્મનું પુસ્તક વાંચવા મજબૂર કરવાના પણ આક્ષેપો થયા છે. વાલીઓ અને વિશ્વ હિન્દુ પરિષદે આ મુદ્દે DEO સમક્ષ રજૂઆત કરી છે. DEOએ શાળાને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. આ ઘટનાને પગલે વાલીઓ અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને શાળા કેમ્પસમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું.