સુરતમાં મુસાફરો ભરેલી BRTS બસ પેલનનું પતરું ચાલુ બસે લટકી પડ્યું
સુરતમાં મુસાફરો ભરેલી BRTS બસ પેલનનું પતરું ચાલુ બસે લટકી પડ્યું
Published on: 11th August, 2026

સુરતમાં મુસાફરો ભરેલી BRTS બસનું પેનલનું પતરું ચાલુ બસે લટકી પડવાનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના બાદ B.R.T.S. બસોના મેન્ટેનન્સની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. બસ દોડી રહી હતી ત્યારે પેનલ છૂટું પડીને લટકી જતાં મુસાફરોની સુરક્ષા જોખમાઈ હતી. પાલિકા તંત્રના જણાવ્યા મુજબ, આ વીડિયો ત્રણ દિવસ જૂનો છે અને એક સ્ક્રુ નીકળી જવાથી આવું થયું હતું, જેને તાત્કાલિક ઠીક કરી દેવાયું છે. જોકે, મુસાફરોની સલામતી માટે બસોના નિયમિત અને સઘન નિરીક્ષણની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.