પંચમહાલના શહેરામાં 6 કલાકમાં 5 ઇંચ વરસાદ, ડુંગર તૂટતાં રોડ બંધ
પંચમહાલના શહેરામાં 6 કલાકમાં 5 ઇંચ વરસાદ, ડુંગર તૂટતાં રોડ બંધ
Published on: 11th August, 2026

પંચમહાલના શહેરામાં માત્ર 6 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે પાનમ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારે વરસાદના પગલે જોધપુર પાસે ડુંગરનો ભાગ તૂટી પડતાં બોરિયા-જોધપુર રોડ બંધ કરવો પડ્યો છે. આ સ્થિતિમાં, ગમન બારિયાના મુવાડામાં માર્ગ પર વરસાદી પાણી ભરાતાં એક કાર પણ ફસાઈ ગઈ હતી, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ ધોધમાર વરસાદને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.