જામનગરમાં આંગણવાડી બહેનોનો પગાર વધારા મુદ્દે ઉગ્ર વિરોધ
જામનગરમાં આંગણવાડી બહેનોનો પગાર વધારા મુદ્દે ઉગ્ર વિરોધ
Published on: 11th August, 2026

જામનગરમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છેલ્લા દોઢ વર્ષથી ગુજરાત હાઈકોર્ટના પગાર વધારાના ચુકાદાનો અમલ ન થતાં ભારે રોષે ભરાઈ છે. પગાર વધારા ઉપરાંત અન્ય પડતર માગણીઓના ઉકેલના અભાવે વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. સોમવારે મોટી સંખ્યામાં એકત્ર થઈ બહેનોએ સાત રસ્તા સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે હાઈકોર્ટના આદેશ મુજબ તાત્કાલિક પગાર વધારો અને અન્ય માગણીઓનો ઉકેલ લાવવાની માંગ કરી છે. જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે.