સુરતની મીઠી ખાડી પૂરનો કાયમી ઉકેલ લાવવા અસરગ્રસ્તોની ગાંધીનગર દોડ
સુરતની મીઠી ખાડી પૂરનો કાયમી ઉકેલ લાવવા અસરગ્રસ્તોની ગાંધીનગર દોડ
Published on: 11th August, 2026

સુરતની મીઠી ખાડીમાં દર ચોમાસે આવતા પૂરથી ત્રસ્ત અસરગ્રસ્તોએ હવે કાયમી ઉકેલ માટે ગાંધીનગર સુધી લડત પહોંચાડી છે. એક પ્રતિનિધિમંડળે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સંબંધિત મંત્રીઓ સાથે મુલાકાત કરી ખાડી સંકોચાવા, કુદરતી વહેણમાં અવરોધો અને દબાણો જેવા મૂળ કારણો અંગે વિગતવાર રજૂઆત કરી. આ રજૂઆત બાદ સરકારના ઉચ્ચ સ્તરેથી મીઠી ખાડીની સમસ્યાનો વૈજ્ઞાનિક અને કાયમી ઉકેલ લાવવા માટે સકારાત્મક આશ્વાસન મળ્યું છે. અસરગ્રસ્તોને હવે આ વચનોના અમલીકરણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.