ગુજરાતમાં મેઘમહેર: અમદાવાદ સહિત 94 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘમહેર: અમદાવાદ સહિત 94 તાલુકામાં વરસાદ
Published on: 11th August, 2026

ગુજરાતમાં 11-12 જુલાઈ દરમિયાન મહીસાગર, દાહોદ, પંચમહાલ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યો હતો. મંગળવારે સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીમાં અમદાવાદ સહિત રાજ્યના 94 તાલુકામાં વરસાદ નોંધાયો. પંચમહાલના શહેરા અને મહીસાગરના કોઠંબામાં સૌથી વધુ 5-5 ઇંચ વરસાદ થયો. મધ્ય ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ રહ્યો, જ્યારે અન્ય 80 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો.