જામનગર બાયપાસ પર ઉપસરપંચને બાઈકથી ટક્કર મારી જાનથી મારી નાખવાની ધમકી
જામનગર બાયપાસ પર ઉપસરપંચને બાઈકથી ટક્કર મારી જાનથી મારી નાખવાની ધમકી
Published on: 11th August, 2026

જામનગર તાલુકાના નાગપુર ગામના ઉપસરપંચ કૌશીકભાઈ માવજીભાઈ કાનાણી (ઉ.વ. 39) પોતાની ઈલેક્ટ્રિક બાઈક પર જામનગર આવી રહ્યા હતા. મનુબાપુની વાડી નજીક ગામના જ રામજીભાઈ ઉર્ફે ભૂસાભાઈ ગાંગજીભાઈ સીંગલે બાઈકને ટક્કર મારી રસ્તા પર પાડી દીધા. બનાવમાં કૌશીકભાઈને જમણા પગ, હાથ અને પંજામાં ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર બાદ પગની ઘૂંટીનું ઓપરેશન કરાયું. રામજીભાઈએ ગાળો બોલી અને ગ્રામ પંચાયતના કામમાં દખલ ન કરવા કહ્યું, અન્યથા જીવતો નહીં રહેવા દેવાની ધમકી આપી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.