મહીસાગરના લુણાવાડામાં ધોધમાર વરસાદ
મહીસાગરના લુણાવાડામાં ધોધમાર વરસાદ
Published on: 11th August, 2026

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ધોધમાર વરસાદને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. સુવા ગામમાં વૈદ્યને ત્યાં દવા લેવા આવેલા 300 લોકો વરસાદી પાણીમાં ફસાયા હતા. મહીસાગર પોલીસ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને તમામને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, નાયક ફળિયાના 28 લોકોને અને ફસાયેલા પશુઓને પણ બચાવી લેવાયા હતા. જિલ્લા વહીવટી તંત્રએ ટ્રેક્ટરની મદદથી લોકોને બહાર કાઢ્યા હતા.