સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સાર્વત્રિક મહેર
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સાર્વત્રિક મહેર
Published on: 13th September, 2026

હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલીના ધારી, જૂનાગઢના કેશોદ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ થયો છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભાવનગર શહેરમાં 24 કલાકમાં 2 ઈંચ વરસાદ જ્યારે ઘોઘામાં પોણા 4 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટના જસદણ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થતાં કપાસ, મગફળી જેવા ઊભા પાકોને સંજીવની મળી છે. ખેડૂતોમાં ખુશીની લાગણી છે.