મહીસાગરના સંતરામપુર પાસે ST બસ અને બાઈક વચ્ચે ભયાનક ટક્કરમાં 2 યુવકોના મોત
મહીસાગરના સંતરામપુર પાસે ST બસ અને બાઈક વચ્ચે ભયાનક ટક્કરમાં 2 યુવકોના મોત
Published on: 30th September, 2026

મહીસાગર જિલ્લાના સંતરામપુર નજીક હીરાપુર પાસે ST બસ અને બાઈક વચ્ચે થયેલી ગમખ્વાર અકસ્માતમાં ત્રણ મિત્રોમાંથી બેના દુઃખદ અવસાન થયા છે. ગાંધીનગર અને બાયડથી પરત ફરી રહેલા આ મિત્રોના બાઈકને દાહોદ ડેપોની ST બસ સાથે ટક્કર થતાં ગોવિંદ શંકરભાઈ પારગી અને હર્ષદભાઈ રાયસિંગભાઈ કલારાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ત્રીજા મિત્ર હર્ષદભાઈ અછિનભાઈ ચરપોટને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતની જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.