ગીરગઢડામાં ST બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત
ગીરગઢડામાં ST બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત
Published on: 30th September, 2026

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા નજીક બેડીયા-ખાંભા રોડ પર ST બસ અને ટ્રક વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં 2 મુસાફરોના દુઃખદ મોત નીપજ્યા છે. આ ગમખ્વાર ઘટનામાં 3 મુસાફરોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ઉનાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.