જામનગર પાલિકાની કોમર્શિયલ વિસ્તારોમાં નાઇટ ડ્રાઇવ
જામનગર પાલિકાની કોમર્શિયલ વિસ્તારોમાં નાઇટ ડ્રાઇવ
Published on: 30th September, 2026

જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા એસ્ટેટ શાખા દ્વારા શહેરના કોમર્શિયલ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન એક વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી. આ દરમિયાન, પોતાના એકમ પાસે ડસ્ટબિન ન રાખનારા, જાહેર સ્થળે કચરો ફેંકી ગંદકી ફેલાવનારા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનમાં કચરો ન આપનારા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી. કુલ રૂ. 68,750નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો અને 48 એકમોને નોટિસ આપવામાં આવી. શહેરને સ્વચ્છ રાખવા વેપારીઓને સહકાર આપવા અપીલ કરાઈ.