વડોદરાના નિઝામપુરા ભવાનીપુરા સોસાયટીમાં પાણી કનેક્શન મુદ્દે સ્થાનિક રહીશોનો વિવાદ
વડોદરાના નિઝામપુરા ભવાનીપુરા સોસાયટીમાં પાણી કનેક્શન મુદ્દે સ્થાનિક રહીશોનો વિવાદ
Published on: 30th September, 2026

વડોદરા કોર્પોરેશન હેઠળ નિઝામપુરાની ભવાનીપુરા સોસાયટીમાં પાણી કનેક્શન મુદ્દે છેલ્લા ત્રણ દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. સોસાયટીના અંદાજે 100 મકાનોને હાલની છ ઇંચની લાઈનમાંથી પૂરતું પાણી મળતું નથી. આવી સ્થિતિમાં, ચાર મકાનો માટે મુખ્ય લાઈનના અધવચ્ચેથી ચાર ઇંચની લાઈનનું નવું જોડાણ આપવાની કોર્પોરેશનની યોજના છે. આનાથી પાણીની સમસ્યા વધુ વકરશે તેવી ભીતિ સ્થાનિક રહીશો વ્યક્ત કરી રહ્યા છે. રહીશોએ માંગ કરી છે કે જોડાણ મુખ્ય લાઈનના છેડા તરફથી જ આપવામાં આવે.