ગુજરાત પોલીસમાં DySP થી SP કક્ષાએ ‘In-situ’ બઢતી
ગુજરાત પોલીસમાં DySP થી SP કક્ષાએ ‘In-situ’ બઢતી
Published on: 30th September, 2026

ગુજરાત સરકારના ગૃહ વિભાગે રાજ્યના પોલીસ તંત્રમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાયબ પોલીસ અધિક્ષક (DySP / ACP - વર્ગ-1) કક્ષાના 6 અધિકારીઓને ‘In-situ’ ધોરણે પોલીસ અધિક્ષક (SP / DCP - વર્ગ-1) કક્ષાની જગ્યાઓ પર એડહોક નિમણૂક આપવામાં આવી છે. આ બઢતીના પગલે અધિકારીઓના હોદ્દા અને પે-મેટ્રિક્સ લેવલ-10માંથી લેવલ-11માં અપગ્રેડ થયા છે. સત્તાવાર આદેશ મુજબ, તમામ અધિકારીઓ પોતાની હાલની ફરજની જગ્યાઓ પર જ અપગ્રેડેડ એક્સ-કેડર જગ્યા પર નવી જવાબદારીઓ સંભાળશે.