સુરેન્દ્રનગરના સાયલામાં કાર અકસ્માતમાં માતાનું મોત
સુરેન્દ્રનગરના સાયલામાં કાર અકસ્માતમાં માતાનું મોત
Published on: 30th September, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક અડાળા બોર્ડ પાસે કાર અને બાઇક વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં 38 વર્ષીય મહિલા પ્રતિભાબેન પાટડીયાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. તેમના પતિ ગંભીર રીતે ઘવાયા છે. આ દુર્ઘટનામાં બે માસૂમ બાળકોએ માતા ગુમાવતાં પરિવારમાં શોક પ્રસરાયો છે. કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પોસ્ટમોર્ટમ માટે 5 કલાક સુધી વિલંબ થતાં સ્વજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જે બાદ સ્થાનિક ધારાસભ્યના હસ્તક્ષેપથી PM કાર્યવાહી થઈ.