વડોદરા જ્યુબિલી બાગ નજીક રોડ બેસતા ભુવો પડ્યો
વડોદરા જ્યુબિલી બાગ નજીક રોડ બેસતા ભુવો પડ્યો
Published on: 30th September, 2026

વડોદરામાં જ્યુબિલી બાગ નજીક રોડ બેસી જતાં મોટો ભુવો પડ્યો છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરા કોર્પોરેશન દ્વારા રોડ પર કામગીરી ચાલી રહી હોવા છતાં આ ઘટના બની છે. સ્થાનિકો અને વાહનચાલકોની મુશ્કેલી વધી છે. સામાજિક કાર્યકરે તંત્રની કામગીરી પર પ્રશ્ન ઉઠાવ્યો છે અને તાત્કાલિક ભુવો પુરવાની અને યોગ્ય કામગીરી કરવાની માંગ કરી છે. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક કાર્યવાહીની અપીલ કરવામાં આવી છે.