રોલા ટ્રસ્ટ દ્વારા 12 કલાકમાં 3,621 યુનિટ રક્ત એકત્ર કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન
રોલા ટ્રસ્ટ દ્વારા 12 કલાકમાં 3,621 યુનિટ રક્ત એકત્ર કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન
Published on: 12th October, 2026

વલસાડા સ્થિત રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં માત્ર 12 કલાકમાં 3,621 બ્લડ યુનિટ એકત્રિત કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, જે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાઈ છે. આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં રેન્જ આઈજી પ્રેમવીર સિંહ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના પ્રમુખ ચિંતન પટેલ અને જિ. ભાજપ પ્રમુખ હેમંત કંસારા વતી ભાજપ કન્વીનર દિવ્યેશ પાંડેને પ્રમાણપત્રો અને મેડલ અર્પણ કરાયા હતા. રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટ સતત 8 વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરી રહ્યું છે, જે સમાજના સહયોગ અને કાર્યકર્તાઓની મહેનતનું પ્રતિબિંબ છે.