હનુમાન મઢી ચોક પાસે ખોદકામ બાદ ગંદકી અને દૂષિત પાણીથી મચ્છરોનો ઉપદ્રવ, રહીશો પરેશાન
હનુમાન મઢી ચોક પાસે ખોદકામ બાદ ગંદકી અને દૂષિત પાણીથી મચ્છરોનો ઉપદ્રવ, રહીશો પરેશાન
Published on: 12th October, 2026

શહેરના હનુમાન મઢી ચોક પાસે વિવિધ કામગીરી માટે કરાયેલા ખોદકામને કારણે રસ્તા પર મોટા ખાડા અને માટીના ઢગલા જમા થયા છે. ભૂગર્ભ ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ પડતાં ગંદુ પાણી ભરાઈ રહે છે. આ દૂષિત પાણીના ખાબોચિયાંથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો ફેલાવાનો ભય છે. વાહનચાલકો અને રાહદારીઓ ખાડા અને કાદવને કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સ્થાનિક રહીશોએ ખોદકામ પૂર્ણ કરી રસ્તા રિપેરિંગ અને પાણીના નિકાલની માંગ કરી છે.