નવસારી-વેસ્મા નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ
નવસારી-વેસ્મા નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ
Published on: 12th October, 2026

નવસારીના નેશનલ હાઈવે-48 પર વેસ્મા બ્રિજ પાસે બાઈક સ્લીપ થતાં સુરતના ઋષિલ ચૌહાણ નામના યુવકનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું છે. મૃતક યુવકની બાઈક અકસ્માત બાદ આશરે 50 મીટર દૂર ફંગોળાઈ હતી. છેલ્લા એક મહિનામાં આ હાઈવે પર 5 અકસ્માત થયા છે, જેમાં 3 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ વેસ્મા આઉટપોસ્ટના PSI એમ.એ. મોડ અને પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.