ડેર શાળાના વિદ્યાર્થીનો 'ઓટોમેટિક જેક ઇન કાર' પ્રોજેક્ટ નેશનલ લેવલે પસંદ, દિલ્હીમાં લાઈવ ડેમોસ્ટ્રેશન
ડેર શાળાના વિદ્યાર્થીનો 'ઓટોમેટિક જેક ઇન કાર' પ્રોજેક્ટ નેશનલ લેવલે પસંદ, દિલ્હીમાં લાઈવ ડેમોસ્ટ્રેશન
Published on: 12th October, 2026

પાટણની ડેર પ્રાથમિક કુમાર શાળાના વિદ્યાર્થી ઠાકોર જસ્મીન મેહુલજીનો 'ઓટોમેટિક જેક ઇન કાર' પ્રોજેક્ટ નેશનલ ઇન્સ્પાયર્ડ એવોર્ડ માટે પસંદ થયો છે. શિક્ષિકા શ્રેયાબેનના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ આ પ્રોજેક્ટનું દિલ્હીમાં લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું છે. આ ઇનોવેટિવ પ્રોજેક્ટ દ્વારા વાહનચાલકો, ખાસ કરીને મહિલાઓ, પંચર જેવી પરિસ્થિતિમાં સરળતાથી બટન દબાવીને કારને જેક વડે ઊંચી કરી શકશે. પાટણ જિલ્લા માટે આ પ્રથમ સિદ્ધિ છે અને વિદ્યાર્થી દેશભરમાં પાટણનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.