સુરતના પાલ વિસ્તારમાં 100 રોપા સૂકાયા
સુરતના પાલ વિસ્તારમાં 100 રોપા સૂકાયા
Published on: 12th October, 2026

સુરતના પાલ વિસ્તારમાં ગાર્ડન વિભાગની બેદરકારીને કારણે 100થી વધુ રોપા સૂકાઈ ગયા છે. 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ 5 જૂને કરાયેલી જંગી ખરીદીના ઓડિટની માંગ માજી કોર્પોરેટરે વીડિયો સાથે કરી છે. પાલિકા પાસે 5 હજાર ચોરસ મીટરમાં 5 નર્સરી હોવા છતાં બહારથી રોપા ખરીદવામાં આવી રહ્યા છે. અગાઉ તત્કાલીન કમિશનર એમ. થેન્નારસને ખાનગી નર્સરીમાંથી ખરીદી બંધ કરી પોતાની નર્સરીમાં ઉછેર કરવા આદેશ કર્યો હતો, પરંતુ તેમની બદલી બાદ ફરી લાખોના રોપાની ખરીદી શરૂ થઈ છે.