અમરેલી: રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે સાંગાડેરી-નાના આંકડિયા માર્ગનું ખાતમુહૂર્ત
અમરેલી: રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે સાંગાડેરી-નાના આંકડિયા માર્ગનું ખાતમુહૂર્ત
Published on: 12th October, 2026

અમરેલી જિલ્લામાં સાંગાડેરીથી નાના આંકડિયા ગામ વચ્ચે ₹1.50 કરોડના ખર્ચે નવા માર્ગનું નિર્માણ કાર્ય શરૂ થયું છે. ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે આ માર્ગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના આ નિર્માણ કાર્યથી બંને ગામો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો માટે અવરજવર વધુ સુગમ બનશે. આ સુવિધા ગ્રામજનોને દૈનિક અવરજવર, વાહનવ્યવહાર અને સ્થાનિક જરૂરિયાતો પૂરી કરવામાં સરળતા પ્રદાન કરશે. આ પ્રસંગે અનેક સ્થાનિક અગ્રણીઓ અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.