રાજપીપળામાં બિરસા મુંડા યુનિવર્સિટી નજીક યુરેશિયન વ્રાઇનેક પક્ષીનું અવલોકન, 124 પ્રજાતિ નોંધાઈ
રાજપીપળામાં બિરસા મુંડા યુનિવર્સિટી નજીક યુરેશિયન વ્રાઇનેક પક્ષીનું અવલોકન, 124 પ્રજાતિ નોંધાઈ
Published on: 12th October, 2026

રાજપીપળાના જીતનગર સ્થિત બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી કેમ્પસ નજીક પક્ષી સંશોધન દરમિયાન યુરેશિયન વ્રાઇનેક (ડોકા મરડી) પક્ષીની નોંધ લેવાઈ છે. ઝૂઓલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. દેવેન્દ્ર સોલંકી છેલ્લા 6 મહિનાથી આ વિસ્તારમાં પક્ષીઓની વિવિધતાનો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 124થી વધુ પક્ષીજાતિઓ નોંધાઈ છે. આ લક્કડખોદ કુળનું પક્ષી ભય અનુભવે ત્યારે ગરદન મરડી સાપ જેવો અવાજ કાઢે છે અને કુદરતી છદ્માવરણને કારણે ઝાડમાં સહેલાઈથી ભળી જાય છે. શિયાળામાં સ્થળાંતર કરીને આવતું આ પક્ષી નર્મદા જિલ્લાના સમૃદ્ધ પક્ષીજીવન અને જૈવવિવિધતા માટે મહત્વપૂર્ણ છે.