કોમનવેલ્થ ગેમ્સ માટે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને મેટ્રો કનેક્ટિવિટી મળશે
કોમનવેલ્થ ગેમ્સ માટે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને મેટ્રો કનેક્ટિવિટી મળશે
Published on: 12th October, 2026

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓના ભાગરૂપે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને મેટ્રોની કનેક્ટિવિટી આપવામાં આવશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા ફેઝ-3 સી હેઠળ નારણપુરાથી નહેરુનગર સુધી 8.68 કિલોમીટર લાંબા નવા એલિવેટેડ મેટ્રો રૂટનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો ખર્ચ 683.05 કરોડ રૂપિયા થશે અને તે 32 મહિનામાં પૂર્ણ થવાની ધારણા છે. આ રૂટ પર હેલ્મેટ સર્કલ સહિત બે જગ્યાએ મેટ્રો કોરિડોર એકબીજાને ક્રોસ કરશે, જે ગુજરાતમાં પ્રથમ વખત જોવા મળશે. આ રૂટ પર 5 એલિવેટેડ સ્ટેશનો બનશે, જેમાં નારણપુરા, ગુજરાત યુનિવર્સિટી, IIM અમદાવાદ, બીમાનગર અને નહેરુનગરનો સમાવેશ થાય છે.