અમદાવાદમાં રોડ બનાવતા પહેલાં યુટિલિટી લાઇનનો સર્વે કરાશે
અમદાવાદમાં રોડ બનાવતા પહેલાં યુટિલિટી લાઇનનો સર્વે કરાશે
Published on: 12th October, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં રોડ નિર્માણની પ્રક્રિયામાં સુધારો લાવવા નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરાઈ છે. હવે નવા રોડની ડિઝાઇન પહેલાં યુટિલિટી લાઈનો (ગેસ, ડ્રેનેજ, પાણી, વીજળી)નો વિગતવાર સર્વે કરવો ફરજિયાત છે. આ નિર્ણય રોડ બન્યા બાદ થતા વારંવાર ખોદકામને અટકાવવા અને નાણાંનો વ્યય રોકવા માટે લેવાયો છે. નવી SOP મુજબ, ફૂટપાથ અને પાર્કિંગની જગ્યાઓનો પણ સર્વે કરવો પડશે. ઉપરાંત, રોડની મજબૂતી માટે સોઈલ ટેસ્ટ અને ટ્રાફિક સર્વે પણ ડિઝાઇન ફાઇનલ કરતા પહેલાં ફરજિયાત કરાયા છે, જેથી રોડની ગુણવત્તા અને જાડાઈ ટ્રાફિકને અનુરૂપ રાખી શકાય.