કચ્છમાં રેલ વિકાસની ગતિ: ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને મંજૂરી
કચ્છમાં રેલ વિકાસની ગતિ: ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને મંજૂરી
Published on: 17th June, 2026

ભારતીય રેલવેએ ગુજરાતના કચ્છ વિસ્તારમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે આદિપુર-ભુજ (49 કિમી) રેલવે લાઇનના ડબલિંગ પ્રોજેક્ટને ₹493 કરોડના ખર્ચે મંજૂરી આપી છે. પશ્ચિમ રેલવેના આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટથી કચ્છની રેલ કનેક્ટિવિટી અને ઓપરેશનલ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. વધતા રેલ ટ્રાફિકને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલા આ કામથી દરરોજ બંને દિશામાં બે વધારાની પેસેન્જર ટ્રેનો ચલાવી શકાશે અને દર વર્ષે 12 મિલિયન ટન વધારાના માલસામાનનું પરિવહન શક્ય બનશે. આ પ્રોજેક્ટ કચ્છના ઔદ્યોગિક વિકાસ અને લોજિસ્ટિક્સ વ્યવસ્થાને પણ નવી ગતિ આપશે.