ગુજરાતમાં ડ્રગ્સ કેસમાં બેદરકારી: PI-PSI સીધા સસ્પેન્ડ
ગુજરાતમાં ડ્રગ્સ કેસમાં બેદરકારી: PI-PSI સીધા સસ્પેન્ડ
Published on: 17th June, 2026

ગુજરાતમાં NDPS Cases સામે સ્થાનિક પોલીસની બેદરકારી પર રાજ્યના ડીજીપીએ કડક નિર્ણય લીધો છે. હવેથી, જો કોઈ પોલીસ સ્ટેશનની હદમાં ડ્રગ્સ સંબંધિત દરોડો પડશે અને તેમાં બેદરકારી જણાશે, તો તે PI-PSI સીધા સસ્પેન્ડ થશે. અત્યાર સુધી મોટાભાગે SOG કે ક્રાઈમ બ્રાંચ જ NDPS કેસ નોંધતી હતી, પરંતુ હવે સ્થાનિક પોલીસની પણ આમાં ફરજિયાત જવાબદારી રહેશે. આ પગલાં ડ્રગ્સના નેટવર્કને તોડવા અને યુવાનોને નશામાંથી બહાર કાઢવા માટે લેવાયા છે.