પાટણમાં અઘારા દરવાજા પાસે પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈન તૂટી.
પાટણમાં અઘારા દરવાજા પાસે પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈન તૂટી.
Published on: 17th June, 2026

પાટણ શહેરમાં પાણીની પાઈપલાઈન લીકેજ થવાની ઘટનાઓ વારંવાર બની રહી છે, જેના કારણે હજારો લિટર શુદ્ધ પાણીનો બગાડ થાય છે. એક તરફ, ઘણા ઘરો સુધી પૂરતું પીવાનું પાણી પહોંચતું નથી, જ્યારે બીજી તરફ, પાઈપલાઈન તૂટવાથી પાણીનો વ્યય થતાં લોકોમાં ભારે રોષ જોવા મળે છે. હાલમાં, અઘારા દરવાજા પાસે પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈન તૂટવાથી પાણી રોડ પર રેલાયું અને મોટા પ્રમાણમાં પાણી વેડફાયું. વોર્ડ નં 2 માં પણ આવી જ સમસ્યા સર્જાતા રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા.