ડીસા: ખેડૂત યુવકને હનીટ્રેપમાં ફસાવનાર યુવતી રાજસ્થાનથી ઝડપાઈ.
ડીસા: ખેડૂત યુવકને હનીટ્રેપમાં ફસાવનાર યુવતી રાજસ્થાનથી ઝડપાઈ.
Published on: 17th June, 2026

ડીસા તાલુકાના એક ખેડૂત યુવકને ફોન મેસેજ દ્વારા સંપર્ક કરી, પાલનપુર બોલાવી હનીટ્રેપમાં ફસાવી રૂ. 54,000 પડાવનાર ગેંગના સભ્યો ઝડપાયા બાદ, પોલીસે કિરણ નામની યુવતીની રાજસ્થાનના ગંગાનગરથી ધરપકડ કરી છે. યુવતીએ યુવકને મળવા બોલાવી, બાદમાં અન્ય ઈસમો સાથે મળી અપહરણ કરી પૈસા પડાવી લીધા હતા. આ કેસમાં અગાઉ 4 આરોપીઓને ઝડપી લેવાયા હતા. પોલીસે હવે ફરાર પૂજા નામની યુવતીની શોધખોળ શરૂ કરી છે.