ગુજરાતમાં મેઘરાજાનું આગમન: બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં
ગુજરાતમાં મેઘરાજાનું આગમન: બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં
Published on: 17th June, 2026

ગુજરાતમાં લાંબા સમય બાદ અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. બાવળા તાલુકા સહિત વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવી છે, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. બગોદરામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેણે ધરતીપુત્રોમાં આનંદની લાગણી જગાવી છે. અમદાવાદ શહેરના મકરબા-સરખેજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. હવામાન વિભાગ મુજબ, ચોમાસાની પ્રગતિ ધીમી છે, પરંતુ આગામી દિવસોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી હેઠળ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.