ડભોઇ શિનોર ચોકડી પર અકસ્માત નિયંત્રણ માટે પોલીસ દ્વારા સઘન વાહનચેકિંગ
ડભોઇ શિનોર ચોકડી પર અકસ્માત નિયંત્રણ માટે પોલીસ દ્વારા સઘન વાહનચેકિંગ
Published on: 17th June, 2026

માર્ગ અકસ્માતો ઘટાડવા અને ટ્રાફ્કિ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાના હેતુથી, ડભોઇના શિનોર ચોકડી ખાતે ડીવાયએસપી આકાશ પટેલ અને પી.આઈ. એ.ટી. પટેલના માર્ગદર્શન હેઠળ સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું. આ ઝુંબેશમાં વાહનોના દસ્તાવેજો, નિયમોનું પાલન અને કાયદેસરતા ચકાસવામાં આવી. ખાસ કરીને કાળા કાચ (ટીન્ટેડ ગ્લાસ) ધરાવતી ગાડીઓ સામે કાર્યવાહી કરી ફ્લ્મિ દૂર કરાવાઈ. દસ્તાવેજોના અભાવે 3 મોટરસાઇકલ જપ્ત કરાઈ અને 5થી વધુ બાઈક ચાલકો પાસેથી દંડ વસૂલાયો, જેનાથી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો.