લુણાવાડા APMC: ભાનુપ્રસાદ ચેરમેન અને ડાહ્યાભાઈ વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા.
લુણાવાડા APMC: ભાનુપ્રસાદ ચેરમેન અને ડાહ્યાભાઈ વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા.
Published on: 17th June, 2026

લુણાવાડા ખરીદ વેચાણ ઉત્પન્ન બજાર સમિતિ (APMC)માં ચેરમેન પદે ભાનુપ્રસાદ કાળીદાસ પટેલ અને વાઇસ ચેરમેન પદે ડાહ્યાભાઈ રણછોડભાઈ પગી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તેમની સામે અન્ય કોઈ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી ન હોવાથી આ પરિણામ આવ્યું હતું. આ વિજય બાદ બંને નવનિયુક્ત પદાધિકારીઓને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નવા નેતૃત્વ હેઠળ લુણાવાડા APMC ખેડૂતો અને વેપારીઓના હિતમાં કાર્ય કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે. આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં સંગઠનના હોદ્દેદારોનું સન્માન કરાયું હતું.