ભાજપનો રાહુલ ગાંધી પર પલટવાર!
ભાજપનો રાહુલ ગાંધી પર પલટવાર!
Published on: 29th July, 2026

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ પહેલા ભાજપે આકરા પ્રહારો કર્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર સંસદમાં જૂઠ્ઠાણું ફેલાવવાનો અને માત્ર સનસની ફેલાવવા કેન્દ્રીય ગૃહમંત્રીનું નામ વટાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપે સ્પષ્ટતા કરી કે, 'દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર કોઈ ગોળીઓ ચલાવાઈ નથી, કે આવો આદેશ અપાયો હતો. રાહુલ ગાંધી જૂઠનો પ્રચાર કરી રહ્યા છે.' પાત્રાએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓની ત્રણ કેટેગરી બતાવી દેશના યુવાનોનું અપમાન કર્યું છે.