વસ્તી ગણતરીમાં અવરોધ ઊભો કરનારને 3 વર્ષની કેદ
વસ્તી ગણતરીમાં અવરોધ ઊભો કરનારને 3 વર્ષની કેદ
Published on: 11th February, 2026

ગુજરાતમાં વસ્તી ગણતરીને લઈ સરકાર એક્શનમાં છે. હાઉસલિસ્ટીંગ 20 એપ્રિલ, 2026થી 19 મે, 2026 સુધી અને મુખ્ય તબક્કો ફેબ્રુઆરી, 2027માં થશે. શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓને સોંપાશે, ડિજિટલ પદ્ધતિથી 33 પ્રશ્નો પૂછાશે. અવરોધ કરનારને ત્રણ વર્ષની કેદની જોગવાઈ કરવામાં આવી છે. દરેક ઘર ‘ડિજી ડોટ’ બનશે જે આપત્તિમાં રાહત, સીમાંકન, શહેરી આયોજન અને સ્થળાંતરમાં મદદ કરશે. મતદાર યાદીમાંથી ડુપ્લિકેટ નામો દૂર થશે.