સુરતના ગેસ ગળતરથી એક જ પરિવારના 3 લોકોના મોત, ગીઝરના ગેસ લીકેજને કારણે દુઃખદ ઘટના.
સુરતના ગેસ ગળતરથી એક જ પરિવારના 3 લોકોના મોત, ગીઝરના ગેસ લીકેજને કારણે દુઃખદ ઘટના.
Published on: 11th February, 2026

સુરતના હરિપુરા વિસ્તારમાં ગીઝરના ગેસ લીકેજ થવાથી એક કેમિકલના વેપારી, તેમની પત્ની અને પુત્રનું ગૂંગળાઈ જવાથી મોત થયું. ગેસ ગળતર બેડરૂમ અને કિચન વચ્ચેના ગીઝરથી થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોના શરીરમાં કાર્બન મોનોક્સાઈડ મળી આવ્યું. ઘટનાની તપાસ ચાલુ છે, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. D.C.P. રાઘવ જૈન ઘટના સ્થળે પહોંચ્યા હતા.